Practical-4 : (ઇલેક્ટ્રિકલ આગના કિસ્સામાં અગ્નિશામકની સલામત પદ્ધતિઓનો અભ્યાસ)
- જો ઇલેક્ટ્રિક આગ શરૂ થાય ,તો..( શું કરવું જોઈએ ? )
આગ લાગે ત્યારે આગ આગ એમ બુમો પાડી ને લોકોને સાવચેત કરો.
ફાયર એલાર્મ કે ફાયર બેલ એક્ટીવેટ કરવા તેની બાજુ ઝડપથી દોડો.
ફાયર સર્વિસને જાણ કરી તેની વ્યવસ્થા કરો.
ઇમરજ્ન્સી એકઝીટ ખોલી લોકોની બહાર નીકળવા કહો.
ફાયર ફાઇટિંગ સ્ટાફ ના આવે ત્યા સુધી બધા લોકોને એકત્રિત કરો.
તમામ બારી બારણા બંધ કરો પરંતુ તેને લોક ના કરો.
પંખા એર સરક્યુલેટર એક્ઝોસ્ટ ફેન પૈકી જે સાધન ચાલુ હોય તેને બંધ કરો.
ઇલેક્ટ્ર્રિસીટી ની આગમાં CO2 પ્રકારના ફાયર એક્ષ્ટેંગ્યુશર ને પસંદ કરો.
આગની આજુ બાજુ થી જ્વલનશીલ પદાર્થો કે ક્મીકલ્સ હોય તો તેને દૂર કરો.